નવો ભાવ તા. 9 એપ્રિલથી લાગુ કરાશે મોરબી : ગુજરાત ગેસ દ્વારા આજે રેશિડન્ટલ પીએનજી અને સીએનજી ગેસના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં પીએનજી ગેસના ભાવમાં રૂ. 1 અને સીએનજી ગેસના ભાવમાં રૂ. 2.25નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા લોકડાઉનના કપરા દિવસો વચ્ચે લોકોને રાહત મળે તેવું પગલા લેવામાં આવ્યા છે. કંપની દ્વારા આજરોજ ગેસના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. જેમાં સીએનજી ગેસના ભાવ રૂ. 54.70/ kg હતા. જેમાં રૂ. 2.25નો ઘટાડો કરીને રૂ. 52.45/ kg કરવામાં આવ્યા છે. આ સાથે રેશિડન્ટલ પીએનજી ગેસના રૂ. 28.50/ scm હતા. જેમાં રૂ. 1નો ઘટાડો કરીને રૂ. 27.50/scm કરવામાં આવ્યા છે. આ ઘટાડો તા.9ના રોજથી લાગુ પડવાનો હોવાનું ગુજરાત ગેસ દ્વારા જણાવાયું છે.