મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ કોરોનાનો એક કેસ પોઝિટિવ આવી ગયો હોય આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. તેમજ રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓની સારવાર માટે દરેક જિલ્લામાં એક હોસ્પિટલને આઇસોલશેન હોસ્પિટલ તરીકે તૈયાર રાખવાની દરેક જિલ્લા તંત્રને સૂચના આપી છે. જેને પગલે મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલને આઇસોલશેન હોસ્પિટલ તરીકે તૈયાર રાખવામાં આવી છે. જો કે કલેકટર આ હોસ્પિટલની મુલાકાત લઈને આ અંગેનો સતાવાર નિર્ણય જાહેર કરશે. મોરબીમાં જરૂર પડ્યે કોરોનાના દર્દીઓને સારવાર આપવા ક્રિષ્ના હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની સુવિધા તૈયાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલના સ્ટાફને સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના અંગેની સારવાર માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ 'COVID-19 ઇન્ફેક્શન પ્રિવેંશન એન્ડ કન્ટ્રોલ એન્ડ બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ'ના હેઠળ આપવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડો. જીતેન્દ્ર મિશ્રા અને ઇન્ફેક્શન કન્ટ્રોલ નર્સ ઇપ્ટલ કૈલા દ્વારા હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોનાના દર્દીને સારવાર આપવા માટેની જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આમ, ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફને કોરોના અંગેની સારવાર માટે સજ્જ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/