મોરબી : સરવડ ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન કાંતિલાલ સરડવા, ઉપસરપંચ ગુણવંતભાઈ વિલપરા, અરુણભાઈ સરડવા તથા ગ્રામજનો દ્વારા કોરોનાની મહામારીને લઈને તેનાથી રક્ષણ માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ગામને સેનેટાઈઝેસન કરવામાં આવ્યું હતું. જેથી, આ મહામારીના સમયમાં ગામને રોગચાળાથી બચાવી શકાય એવા પગલાં ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યા હતા.