મોરબી : ગુજરાતી સાહિત્યમાં એક કહેવત છે 'જન સેવા એ જ પ્રભુ સેવા'. આ કહેવતને મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સાર્થક કરવામાં આવી છે. આમ તો જલારામ પ્રાર્થના મંદિર દ્વારા લોકડાઉન શરુ થયું ત્યારથી અવિરતપણે જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે આજે મંદિર દ્વારા શહેરના વિવિધ ૫૧ હનુમાન મંદિરોએ પ્રસાદ ધરવામાં આવ્યો હતો તથા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. બાદમાં જરૂરીયાતમંદોને મહાપ્રસાદના ફુડ પેકેટનુ વિતરણ કરી હનુમાન જયંતિની ઉજવણી માનવસેવા થકી કરવામાં આવી હતી.