મોરબી : મોરબી જીલ્લા તેમજ ગુજરાતમા વસતા તમામ કોળી સમાજના આગેવાનો, સમાજના જુદા જુદા સંગઠનના સહયોગથી જય વેલનાથ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા મોરબી ખાતે દર વર્ષે નિકળતી હતી. તે આખા વિશ્વમાં કોરોના વાયરસની ભયંકરતાની લીધે આ વખતની સંત શ્રી વેલનાથબાપુની શોભાયાત્રા મોકુફ રાખવામા આવેલ છે. જેની સમાજના આગેવાનોએ અને સભ્યોએ નોંધ લેવા મોરબી જીલ્લા કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ તેમજ મોરબી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહીયા, દિલિપભાઈ અગેચાણીયા, નિલેષભાઈ દેગામા, રમેશભાઈ સારલા, અશોકભાઈ ભોજવીયા, જગદીશભાઈ બાભણીયા, અશોકભાઈ વરાણીયા, લખમણભાઇ વરાણીયા, રમેશભાઈ મજેઠીયા, મનસુખભાઈ મજેઠીયા, ઇશ્વરભાઇ છેલાણીયા, માનસીંગભાઇ ગોહેલે યાદીમાં જણાવેલ છે.