ટંકારા : ટંકારા પોલીસની સાથે 22 હોમગાર્ડ અને 65 જી.આર.ડી. (Gram Rakshak Dal)ના જવાનો લોક ડાઉનની ફરજના ભાગે કડકડતા તાપમા પણ હાજર રહી કાયદાનુ ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે. ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ ચાલી રહેલા લોકડાઉનનું કડકપણે અમલ કરાવતા મહીલા ફોજદાર અને પોલીસ ટીમ ફરજના ભાગે કાબિલે દાદ કામગીરી કરી રહ્યા છે ત્યારે ખાખીનો ખંભો બની હોમગાર્ડના કમાન્ડર અરૂણભાઈ પરમાર સહિતના 22 જવાનો અને જી.આર.ડી.ના કમાન્ડર પોપટ આંનદભાઈ સહિતના 65 જવાનો સમગ્ર ટંકારા પંથકમાં રાત દિવસ ચુસ્ત બંદોબસ્ત કરી ફરજ બજાવી પ્રસંસનીય કામગીરી કરી રહ્યા છે.