મોરબી : મોરબી : સમગ્ર દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનનો આજે ચૌદમો દિવસ છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં લોકડાઉનના સતત ચૌદમા દિવસે પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકો એ જરૂરિયાતમંદોની સહાય કરી માનવ ધર્મ નિભાવ્યો છે. તેમજ કોરોના સામેની જંગમાં ગરીબોની પડખે ઉભા રહી 'સેવા પરમો ધર્મ'ના સૂત્રને સાર્થક કર્યું છે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ જલારામ પ્રાર્થના મંદિર, માનવ સેવા ગ્રુપ, જય અંબે સેવા ગ્રુપ, યુવા આર્મી ગ્રુપ, જલારામ મિત્ર મંડળ, કર્તવ્ય જીવ દયા ગ્રુપ, સંસ્કૃતિ અને યોગ ટ્રસ્ટ, ધ્રુવ ગ્રુપ, ભાજપ પરિવાર, ડીવાઇન ટ્રસ્ટ, સહિતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન અનેં રાશન કીટ વિતરણ કરવાનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મજૂરોના ભોજન માટે રસોડાની વ્યવસ્થા મોરબી : ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો સેવા યજ્ઞ ચાલે છે. જેમાં ગરીબ અને રોજની રોજી રોટી કમાઈને ખાતા લોકોને બે ટાઈમનું જમવાનું મળી રહે અને કોઈ ભૂખ્યું ના રહે એ હેતુથી જમવાનું રસોડું ચાલે છે. અને રોજ સવારે 350 અને સાંજે 350 લોકો જમે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં સરકારના નિયમોનું પાલન થાય અને લોકડાઉનનો પણ ભંગ ના થાય અને સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે ખૂબ તકેદારીથી સેવામાં જોડાયેલા લોકો સાથ સહકાર આપે છે. તેમજ કાર્યકર્તાઓ પણ સંપૂર્ણ ચોખ્ખાઈ અને તકેદારી સાથે કામ કરે છે. જે કાબિલેદાદ છે. સેવામાં બબલુભાઈ, સુંદરભાઈ તેમજ સાબુભાઈ સેવા આપે છે. જ્યારે ભોજન બનવામાં ગુડ્ડીબેન, મોહિનીબેન તેમજ જયશ્રીબેન અને સુમિતાબેન સેવા આપી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ જો લોકો નો આવો જ સાથ મળતો રહેશે. તો લોકડાઉન સુધી અવિરત આ સેવા ચાલુ રાખવામાં આવશે. ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા રાશનકીટનું વિતરણ મોરબી : મોરબી જીલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ ઘટકના જ્યોતિષની પ્રેરણાથી સતીષભાઈ નાગશદાનભાઈ વીરડા (ગામ-ફતેપુર, હાલ મોરબી) દ્વારા રોહીદાસપરાની આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબોને 46 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જયેશભાઈ કાટીયા, રામજીભાઈ શ્રીમાળી, ભાવેશભાઈ શુકલ, મનીષભાઈ શુકલ તથા દિનેશ શ્રીમાળી એ સહયોગ આપ્યો હતો. ન્યુ એરા સ્કૂલ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને ફૂડ પેકેટનું વિતરણ મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એરા પબ્લિક સ્કૂલ દ્વારા નગરપાલિકાના 400 જેટલા કર્મચારીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ન્યુ એરા સ્કૂલ એ કોરોના સામેની જંગમાં પોતાનો ફાળો આપ્યો હતો. જાગૃત નાગરિકો દ્વારા મજૂરોને રાશન કીટનું વિતરણ મોરબી : મોરબીના જાગૃત નાગરિકો શૈલેષભાઇ, જીગ્નેશભાઈ લોરિયા (શુભ લક્ષ્મી પેકેજીંગ), જેસીંગભાઈ મકવાણા તથા પ્રભાબેન મકવાણા એ જીવરાજ પાર્કમાં રહેતા મજૂરોને રાશન કીટનું વિતરણ કર્યું છે. આમ, તેઓનું રોજનું રળીને ગુજરાન ચલાવતા શ્રમિકોની વ્હારે આવ્યા હતા. મોરબીના આદેશ ગ્રુપ દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ કરાયું મોરબી : મોરબીમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ઠેર-ઠેરથી લોકો જરૂરિયાતમંદોની પડખે આવ્યા છે. ત્યારે મોરબીના આદેશ ગ્રુપ દ્વારા રાશન કિટ તૈયાર કરીને પછાત વિસ્તારમાં જઈ તેનું જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જાગૃત નાગરિકો દ્વારા ગરીબોમાં રાશન કિટનું વિતરણ મોરબી : મોરબીના રહેવાસી ધર્મિલ મહેતા, નીતિનભાઈ મહેતા, છોટુભાઈ મહેતા સહિતના જાગૃત નાગરિકો દ્વારા બે દિવસ ઝૂપંડપટ્ટી વિસ્તારમાં જઈ ગરીબોને આશરે 600 લોકોને ભોજન સામગ્રીનું વિતરણ કર્યું હતું. તેમજ લોકડાઉનમાં પણ ફરજ બજાવી રહેલા સરકારી અને પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા (મી.)માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપીને લોકડાઉન દરમિયાન પણ પોતાની નૈતિક ફરજ નિભાવી માનવતાને ઉજાગર કરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/