મોરબી : અત્યારે કોરોનાની માહમારી સામે આખી દુનિયા લડી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામમા આજ તા. ૦૭/૦૪/૨૦૨૦ ના રોજ પેસ્ટીસાઈડથી સેનીટાઇજ કરવામા આવ્યુ હતું. સરપંચ ઘુનડા (સ.) ગ્રામ પંચાયત પ્રવીણભાઈ કરશનભાઈ રંગપરીયાના સહયોગથી ભારત સિડ્સ કોર્પોરેશન (UPL કંપનીના ફાલકન મશીન દ્વારા છટકાવ) ટંકારા હ. પારશભાઈ સંઘાણી દ્વારા દવા, ડીઝલ, કેન્ટીન, ડ્રાઈવર ખર્ચ સહિતની સેવા વિનામૂલ્યે આપવામા આવી રહી છે. અત્યાર સુધી ટંકારા તાલુકાના ૩૨ ગામમા દવાનો છંટકાવ થઇ ગયેલ છે. આ ઉપરાંત, જુના ઘાંટીલા ગામના રહીશ પુરુષોત્તમભાઈ પ્રજાપતિ એ શેરીઓમાં દવાનો છંટકાવ કરી સૅનેટાઇઝેશન કર્યું હતું. આમ, કોરોનાને ફેલાતો અટકાવવા સાવચેતીના ભાગરૂપે ગામમાં દવા છાંટી ગામને જંતુમુક્ત કરવામાં આવ્યું હતું.