વવાણિયાના બે વ્યક્તિ બાદ વધુ એક મુસાફરીની વિગત મળી : જોકે તેમને મોરબી આવીને તંત્રને અગાવ જ જાણ કરી હતી જેથી તેઓ કવરોન્ટાઇનમાં હતા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ મોરબી શહેરમાંથી જ સામે આવ્યો હતો. જેમાં કોરોના પોઝિટિવ અશોકભાઈ સિઘ્ધપરાની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવતા એક પછી એક વિગતો સામે આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના જુદાજુદા જીલ્લાના લોકોની સાથે મોરબી જીલ્લામાંથી કુલ મળીને 3 વ્યક્તિએ તેઓની સાથે હરિદ્વાર પ્રવાસની બસમાં મુસાફરી કરી હતી. તે પૈકીના એક મુસાફર શહેરના સામાકાંઠે આવેલા ઋષભનગર રહેતા વૃદ્ધ મહિલા હતાં જોકે તેઓએ પ્રવાસમાંથી આવતા જ તંત્રને જાણ કરી હોવાનું અને કવરોન્ટાઇનમાં જ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપના ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ અશોકભાઈ સિઘ્ધપરાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ હતો. આથી ઉમા ટાઉનશીપને તંત્ર દ્વારા કોરેન્ટાઇન કરવામાં આવેલ છે. જોકે આધેડની પત્નીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છતાં પણ તેને આરોગ્ય વિભાગની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. જે વ્યક્તિને કોરોના થયો છે તે ગત માર્ચ મહિનામાં ૧૩થી ૨૧ તારીખ દરમ્યાન રાજસ્થાન, દિલ્હી, હરદ્વાર તેમજ ઉતરપ્રદેશના જુદાજુદા વિસ્તારમાં ફરવા માટે ગયેલા હતા. રાજકોટથી અક્ષર ટ્રાવેલ્સની બસમાં સૌરાષ્ટ્રના જુદાજુદા જીલ્લાના કુલ મળીને કુલ 54 વ્યક્તિ સાથે તેઓ ફરવા માટે ગયા હતા. જેમાં મોરબી જીલ્લાના વાવણીયા ગામનું એક દંપતી ઉપરાંત મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઋષભનગરમાં રહેતા એક વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. જોકે આ લોકોએ આવતાની સાથે તંત્રને જાણ કરી હોવાથી તેઓ આરોગ્ય વિભાગની નજર હેઠળ જ હોમ કવરોન્ટાઇનમાં હતા. હાલમાં આ તમામ લોકોને કોરોનાના કોઈ લક્ષણ નથી અને તેનો કોરેન્ટાઈન પીરીયડ પણ પૂરો થઇ ગયો છે. આમ છતાં તકેદારીના ભાગ રૂપે તેમને આરોગ્ય વિભાગની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/