મોરબી : હાલમાં કોરોના વાયરસનો કહેર અટકાવવા સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે અને કરોનાથી લોકોને બચાવવા માટે ઠેરઠેર તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ઉધોગકારો પણ સેવાકાર્ય માટે આગળ આવી રહ્યા છે. ત્યારે રીબોક ઇન્ડસ્ટ્રીઝના જીજ્ઞેશભાઈ બરાસરા દ્વારા ગઈકાલે તા.6 ના રોજ મોરબીની સબ જેલમાં કોરોના સામે તકેદારીના પગલાં લેવા માટે વિનામૂલ્યે સેનેટાઈઝરની 300 બોટલ આપવામાં આવી હતી અને કોરોના વાયરસને અટકાવવા માટે નિઃશુલ્ક સેવા આપવા બદલ તેમને પ્રમાણપત્ર આપીને તેમની સેવા બિરદાવાઈ હતી.