બેંક ખાતામાંથી લોકોને રૂપિયા ઉપડવાની જરૂરત પડે તો તેમના વિસ્તારના પોસ્ટ મેનનો સંપર્ક કરવાની સબ પોસ્ટ માસ્તરે અપીલ કરી : તમામ રાષ્ટ્રીયકૃત બેંકમાં આ સુવિધા મળશે મોરબી : મોરબીમાં આજે બેન્કો અને પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપડવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી.હાલમાં લોકડાઉન હોવા છતાં આટલી મોટી ભીડ ઊમટતા સામાજિક અંતર પણ જળવાયું ન હતું.આથી ભીડનું જોખમ ટાળવા મોરબી પોસ્ટ ઓફિસે લોકોને બેન્કમાં કે પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપડવા માટે ધક્કો ન કરવો પડે તેવી વ્યવસ્થા ગોઠવી છે.જેમાં લોકોને ઘરેબેઠા જ પોસ્ટ ઓફીસમાંથી પૈસા ઉપાડીને પોસ્ટ મેન પહોંચડાશે.આથી લોકોને પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપડવાની જરૂરત પડે તો એમના વિસ્તારના પોસ્ટ મેનનો સર્પક કરે તેવી સબ પોસ્ટ માસ્તરે અપીલ કરી છે. મોરબી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તર એચ.એચ ખોરેજીયાએ સહિતના પોસ્ટ તંત્રએ લોકડાઉન વચ્ચે પણ પૈસા ઉપડાવવા માટે પોસ્ટ ઓફિસમાં ભીડ ઉમટી પડતા સામાજિક અંતર ન જળવાયું હોવાની ગંભીર નોંધ લઈને હાલની લોકડાઉનની પરિસ્થિતિ લોકોને પૈસા ઉપડવા માટે પોસ્ટ ઓફિસે ન આવવું પડે અને ભીડનું જોખમ ટાળવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવી છે.તેમણે લેખિતમાં પ્રેસ યાદીમાં જણાવ્યું હતું કે ,હાલની.લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને રાષ્ટ્રીયકૃત બેક ખાતામાંથી પૈસા ઉપડવાની જરૂરત પડે તો મોરબી પોસ્ટ ઓફીસ દ્વારા તેમને ઘરેબેઠા જ એમના ખાતામાંથી પૈસા ઉપાડીને પોસ્ટમેન ઘરે પહોંચાડી જાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.તેથી.લોકોને હવે તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપડાવવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર નથી લોકોને ઘરેબેઠા તેમના બેંક ખાતામાંથી પૌસ ઉપડવા માટે તેમના વિસ્તારના પોસ્ટમેનનો સર્પક કરે. આ પોસ્ટમેન જ તેમના બેક ખાતામાં લોકોને ઘરેબેઠા એ રકમ પહોંચાડી જશે.આ માટે આધાર નંબર ,મોબાઈલ નંબર ,બેક એકાઉન્ટ સાથે લિન્ક હોવી જરૂરી છે.ખાતા ધારક મોરબી શહેરનો હોવો જોઈએ. એક દિવસમાં બેંક ખાતામાંથી રૂ.10 હજારની રકમ ઉપડી શકશે.આથી લોકોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.