મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. એવી પરિસ્થિતિમાં મોરબી શહેરને સ્વચ્છ રાખવાની જેમની જવાબદારી છે એવા મોરબી નગરપાલિકાના અંદાજે 500થી વધારે સફાઈ કામદારોને ગઈકાલે તા. 06.04.2020 રોજ મોરબીના અગ્રણીઓ અને જય અંબે ગ્રુપના સહયોગથી ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. જેમાં કાંતિભાઈ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય), ઉધોગપતિ બચુભાઇ આગોલા, નગરપાલિકા સભ્યો જયરાજસિંહ જાડેજા, દિપકભાઈ પોપટ, મનુભાઈ સારેસા, ન્યૂ એરા સ્કૂલના સંચાલક પાડલીયા સાહેબ તથા હાર્દિકભાઈ, યુવા ભાજપના આગેવાનો જીજ્ઞેશભાઈ કૈલા, અજયભાઈ લોરીયા, હર્ષદભાઈ કડીવાર, તરુણભાઈ અઘારા, ધર્મેશભાઈ મકવાણા, સુભષભાઈ પુરાબીયા, ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા તમામ સફાઈ કામદારોને તીખા ગાંઠિયા તથા પાપડી અને બીરિયાનીનું વિતરણ કરવામાં આવેલ હતું.