બાંકડા અને વૃક્ષો તોડી નાખ્યા : કાર્યવાહીની માંગ સાથે પોલીસને રજુઆત ટંકારા : ટંકારામાં અનુસુચિત જાતિના સ્મશાનમા અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા અને વુક્ષો તેમજ વાડ તોડી નાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસને લેખિતમાં રજૂઆત કરી જાહેર જગ્યાને નિશાન બનાવનારને કાયદાનુ ભાન કરાવવા આગેવાનોએ માંગ ઉઠાવી છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલા અનુસુચિત જાતિના સ્મશાન ભુમીમા અસામાજિક તત્વોએ આંતક મચાવી બેસવા ના 12 બાકડા, પાચેક જેટલા વુક્ષો, ફેન્સિંગના પોલને તોડી નુકસાન પહોંચાડ્યું છે. જેથી સમાજના આગેવાનો રમેશભાઈ રાઠોડ, વિઠ્ઠલભાઈ, કાનાભાઈ, ભુપત ગોધાણી, સલિમભાઈ, રશિકભાઈ સહિતના દોડી આવ્યા હતા અને ટંકારા પોલીસને લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.