મોરબી : 21 દિવસના લોકડાઉનને કારણે રોજેરોજનું કમાઈને રળી ખાતો શ્રમિક વર્ગને ભૂખ્યા ન રહેવું પડે તે માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવીને તેમના માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે અને ભુખ્યાજનોને રાશન કીટ કે ભોજનની સામગ્રી પહોંચાડે છે. ત્યારે આવા જરૂરિયાત મંદોની વહારે મોરબી જિલ્લા કાનૂની સેવા સતામંડળ આવ્યું હતું અને શ્રમિક તથા ગરીબ લોકોને રાશનની સામગ્રી પુરી પાડી હતી. જેમાં મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝા, પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ ફેમિલી જજ આર. કે. પંડ્યા, જજ ત્રિવેદી સાહેબ દ્વારા જરૂરિયાતમંદોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 150 થી વધુ જરૂરી વસ્તુઓની કિટોનું વિતરણ કરાયું હતું. તેમજ માળીયા મિયાણા બાજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને જરૂરિયાત મંદોને રાશન કિટનું વિતરણ કરાયું હતું.