જોકે આજે વધુ બે લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેશનમાં દાખલ કરાયા મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા ઉમા ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ સિદ્ધપરાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અને આજે પાનેલી ગામના યુવનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબીના પાનેલી ગામના 35 વર્ષના સ્થાનિક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ જામનગર મોકલાયા હતા. જેનો આજે મંગળવારે રિપોર્ટ નેગેટિવ આવતા મોરબીના આરોગ્ય તંત્ર અને પાનેલી ગામના યુવકમાં પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં કુલ 36 જેટલા શંકાસ્પદ લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ઉમા ટાઉનશીપમાં રહેતા અને હાલ રાજકોટ સિવિલમાં સારવારમાં રહેલા અશોકભાઇ સિદ્ધપરાનો પોઝિટિવ અને 33ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને આજના બે શંકાસ્પદના રિપોર્ટ કાલે આવશે. જેમાં મોરબીમાં આજે મંગળવારે વધુ બે લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમના સેમ્પલ જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે મોરબીમાં એક પોઝિટિવ કેસના પગલે તંત્ર દ્વારા પુરી તકેદારી સાથે લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/