ટંકારા : મોરબીના જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવી દ્વારા ટંકારા તાલુકા કેન્દ્રને નગરપાલિકા આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા યાત્રાધામ હોવાથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. તેમજ દેશ-વિદેશમાંથી લોકો ટંકારાની મુલાકાતે આવે છે. આથી, ટંકારામાં પ્રાથમિક સુવિધા સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે તેમજ ટંકારાને વિકસિત કરવા માટે ટંકારાને નગરપાલિકા આપવાની જરૂરિયાત છે. તેમ રજુઆતમાં જણાવવામાં આવેલ છે. તેમજ ટંકારાને નગરપાલિકા આપવા માંગ કરાઈ છે.