પાનેલી ગામના સ્થાનિક યુવાનમાં લક્ષણો દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરતું આરોગ્ય તંત્ર મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિના પત્નીના પણ સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. ત્યારે આજે વધુ એક યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવા તજવીજ હાથ ધરાઈ છે. મોરબીના પાનેલી ગામના સ્થાનિક 35 વર્ષના યુવાનમાં આજે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવી હાલ તેને આઇસોલેશન વોર્ડમાં રાખીને તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે મોરબીમાં એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય સહિતના વિભાગો એક્સન મોડમાં આવી ગયા છે. ગઈકાલે રાજકોટથી મોરબી આવેલા મોરબીના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીના પત્નીનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/