પશુપાલન વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો મોરબી : મોરબીના મચ્છુ ડેમ પાસેના પુલ નીચે નદીમાંથી અંદાજીત 200 જેટલા મરધાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પશુપાલન વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબીના મચ્છુ-2 ડેમની સામેના રફાળેશ્વરથી મોરબી તરફ આવવા માટેના પુલ નીચે નદીમાંથી આજે અંદાજીત 200 જેટલા મરઘા મૃત હાલતમાં મળી આવ્યા છે. આજે મૃત મરઘાને અહીં નદીમાં કોઈ નાખી ગયું હોવાનું પ્રાથમિક તારણ છે. સ્થાનિક લોકોએ આ અંગેની પોલીસ અને આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી. જેના પગલે હાલ પશુપાલન વિભાગ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/