જિલ્લાની અલગ-અલગ સરકારી કચેરીઓમાં સુરક્ષકર્મીઓને 3 હજાર અને ટંકારા તાલુકાની સરકારી કચેરીઓમાં 2 હજાર માસ્કનું વિતરણ કરાયું ટંકારા : હાલમાં કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વ પર તોળાયું છે. ત્યારે કોરોનાના સંકટનો સામનો કરવા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા તથા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબીના ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખલા, ડી.એલ.એમ.હિમાંશુભાઈ દલસણીયા, એન.આર.એલ.એમ.યોજના મિશન મંગલમ હેઠળ બનેલા સ્વસહાય જૂથ સખી મંડળના બહેનો દ્વારા પાંચ હજાર માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા અને લોકડાઉનમાં ફરજ બજાવતા જુદાજુદા સુરક્ષાકર્મીઓને કોરોનાથી બચાવવા આ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. માસ્ક બનાવવા માટે મિતાણાં ગ્રામ સખી સંઘ, ભૂતકોટડા સખી સંઘ, સરાયા ગ્રામ સખી સંઘ, મોટા ખીજડિયા ગ્રામ સખી સંઘ, હડમતીયા ગ્રામ સખી સંઘ એમ જુદા જુદા સખી સંઘ મળીને કુલ 49 સખી મંડળની બહેનોએ આવા કપરા સંજોગોમાં પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું અને લોકડાઉન વચ્ચે કામ કરતા પોલીસ, આરોગ્ય કર્મચારીઓ સહિતની જુદીજુદી સરકારી કચેરીઓના કર્મચારીઓને કોરોનાથી રક્ષણ આપવા માટે આ 5 હજાર જેટલા માસ્ક તૈયાર કરીને પોતાની નૈતિક જવાબદારી અદા કરી છે. બાદમાં એ પાંચ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની અલગ અલગ સરકારી કચેરીઓમાં સુરક્ષકર્મીઓને 3 હજાર અને ટંકારા તાલુકાની સરકારી કચેરીઓમાં 2 હજાર માસ્કનું વિતરણ કરાયું હતું.