પરિપત્રથી શિક્ષકો,વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન મોરબી : મધ્યાહન ભોજન કમિશનર કચેરીના તા.24.03.2020ના પત્ર અન્વયે અન્વયે ફૂડ સિકિયોરિટી એકટ -2005 ની જોગવાઈ અને સરકારની સૂચના મુજબ કુલ 11 દિવસ શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવેલ ન હોય 11 દિવસનું બાળક દીઠ 550 ગ્રામ ઘઉં અને 550 ગ્રામ ચોખા તેમજ રોકડ એલાઉન્સ ધો.1 થી 5 ના બાળકો માટે 56 રૂપિયા અને ધો.6 થી 8 ના બાળકો માટે 87 રૂપિયા જેવી રકમ ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસની ગંભીરતા જોતા આ એલાઉન્સ તેમજ ફૂડ કુપન વિતરણ માટે વાલી અથવા બાળકોને શાળાએ બોલવવા પડે અને વાલીઓ સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જાય અથવા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવે તો વાયરસના સંક્રમણ વધવાની શકયતા અને લોકડાઉનની પરિસ્થિતિનો ભંગ થવાની શક્યતાઓ હોય તેમજ એપ્રિલ માસમાં પણ મોટા ભાગના દિવસો દરમ્યાન મધ્યાહ્નન ભોજન બંધ રહેનાર હોય,અને હાલ શિક્ષકો હાલ આરોગ્ય વિભાગ તેમજ પુરવઠા વિભાગની કામગીરીમાં જોડાયેલ હોય બંને તબક્કાનું અનાજ તેમજ એલાઉન્સની રકમ એક સાથે લોકડાઉન બાદ ચૂકવવાના બદલે હજુ પ્રથમ 11 દિવસના તબક્કાના અનાજ વિતરણના કુપન શિક્ષકોએ બાળકો સુધી પહોંચાડયા અને વિદ્યાર્થીઓને ફાળવેલ સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેવાની સૂચના આપવામાં આવેલ ત્યાં વળી ફરી પાછી સૂચના આવી કે અનાજ શાળાએ આવશે અને શાળાએથી લઈ જવાનું રહેશે અને ફરી પાછો મધ્યાહ્નન ભોંજન કમિશ્નરનો પત્ર થયો કે બીજા તબક્કાના તા.14.04.2020 સુધીના રજા સાથેના 10 દિવસ ધો 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે 500 ગ્રામ ઘઉં 500 ગ્રામ ચોખા અને વિદ્યાર્થી દીઠ 49.60 રૂપિયા અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે 750 ગ્રામ ઘઉં 750 ગ્રામ ચોખા અને 69.60 રૂપિયા વગેરેના વિતરણના કુપન વિતરણ કરી દેવા આમ જાત જાતની સૂચનાઓથી શિક્ષકો અને વાલીઓ અવઢવમાં મુકાયા છે અને વારંવાર શાળાએ ધક્કા ખાય છે કોલ કરે છે કે અનાજ ક્યારે આવશે?માત્ર પૈસા ક્યારે આવશે? શિક્ષકોને વિવિધ કામગીરીના કારણે વારંવાર શાળાએ જવાનું થતું હોય વાલીઓને એક કિલો જેટલું અનાજ લેવા જે હકીકતમાં ક્યારે શાળાએ આવવાનું છે એની ખબર ન હોય જાણવા માટે સતત બહાર નીકળવું પડતું હોય,વારંવાર કુપન લેવા બહાર નીકળવું પડતું હોય લોકડાઉનનો ભંગ થઈ રહ્યો છે આના બદલે જ્યારે લોક ડાઉન પૂર્ણ થઈ જાય ત્યારે બધો જ પુરવઠો એકી સાથે વિતરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.