જૂની બીમારી ધરાવતા બન્ને વૃદ્ધોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે સેમ્પલ રિપોર્ટ અર્થે મોકલ્યા મોરબી : મોરબીના વધુ બે વૃદ્ધોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ બંને વૃદ્ધોના સેમ્પલ લઈને રિપોર્ટ અર્થે તેને મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના વાયરસ સમગ્ર દેશમાં કહેર મચાવી રહ્યું છે. દરરોજ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીમાં સદનસીબે એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.આરોગ્ય વિભાગ સતત એલર્ટ મોડ ઉપર રહીને જે જે દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાય તેઓના સેમ્પલ લઈને જરૂરી પગલાઓ લઈ રહ્યું છે. જેમાં આજે મોરબીના 82 વર્ષ તેમજ 95 વર્ષના બે વૃદ્ધોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જો કે આ બન્ને વૃદ્ધોને જૂની બીમારી પણ છે. છતાં આરોગ્ય વિભાગે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર તકેદારીના ભાગરૂપે બન્ને વૃદ્ધોને રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતેના આઇસોલેશન વોર્ડમાં ખસેડયા છે. જ્યાં બન્ને દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને તેને રિપોર્ટ માટે મોકલી અપાયા છે.