ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિદ્યાલયના મેનેજમેન્ટે લોકડાઉનમાં કર્મચારીઓની જરૂરિયાત સંતોષાઈ અને તથા નિયમોનું સંપૂર્ણ પાલન થાય તેવા હેતુસર આ આવકરદાયી નિર્ણય લીધો મોરબી : મોરબીની ત્રણ સ્કૂલો દ્વારા કર્મચારીઓને કપાત વગર, પુરો પગાર ઘરેબેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિધયાલયના મેનેજમેંટે લોકડાઉનમાં કર્મચારીઓની જરૂરિયાત સંતોષાઈ અને તથા નિયમોનું સંપૂર્ણ પાલન થાય તેવા હેતુસર આ આવકરદાયી નિર્ણય લીધો છે. કોરોનાની મહામારી તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોરબીની નામાંકિત શૈક્ષણીક સંસ્થા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિદ્યાલયના મેનેજમેન્ટે મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સહયોગથી ત્રણેય સ્કૂલનાં ટીચિંગ-નોન ટિચિંગ તેમજ સંસ્થામા કામ કરતાં અન્ય કર્મચારીઓની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને નવજીવન વિદ્યાલયના મેનેજમેંટે ડાઉન નિયમોનું સંપૂર્ણ પાલન થાય તેવા શુભ હેતુસર દરેક કર્મચારીઓને કોઈપણ જાતની કપાત વગર, પુરો પગાર પોતાના ઘરે જ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. છે. મેનેજમેન્ટનાં ઉમદા નિર્ણયથી કર્મચારીગણમા આનંદની લાગણી પ્રસરી ગઈ છે.