ખોટી રીતે બહાર નીકળતા લોકો સામે કડક હાથે કામ લેવાની પોલીસને તાકીદ : પોલીસના કડક ચેકિંગના કારણે ગરીબોને ભોજન વિતરણ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ મુશ્કેલીઓ પડી મોરબી : મોરબીમાં શુક્રવારે સવારે મોટી સંખ્યામાં લોકો બજારમાં ઉમટી પડતા મોરબીમાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવા માટે જીલ્લા પોલીસવડા દ્વારા કડક ચેકીંગના આદેશો જારી કરાયા છે. જેથી વિવિધ માર્ગો ઉપર પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું તેમજ ખોટી રીતે બહાર નીકળતા લોકો સામે કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. જોકે પોલીસની કડક કાર્યવાહીનો જરૂરી કામ અર્થે અને ગરીબોને ભોજન વિતરણ કરતી સંસ્થાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીમાં લોકડાઉન ગઈકાલે સવારે બજારમાં લોકોની ભીડ ઉમટી પડ્યા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બિનજરૂરી કામે નીકળેલા લોકો પર તવાઈ ઉતારીને પોલીસે આ તમામની સામે કડક કાર્યવાહી કરી હતી. તેમજ લોકડાઉનનો ભંગ ન થાય તે માટે લોકોની બિનજરૂરી અવરજવર પર કડક નિયત્રણ મુકવા માટે ઘણા માર્ગો બ્લોક કરી દીધા હતા. તેમજ પોલીસે કડક ચેકિંગ વધારી દીધું હતું. ત્યારે આજે સવારથી પોલીસે કડક ચેકિંગ કરીને માત્ર જરૂરી કામે નીકળેલા લોકોને તેમના કામ માટે જવા દીધા હતા. ત્યારે લોકડાઉનના કડક અમલ માટે આજે ફરીથી મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, એલસીબી પીઆઇ વી.બી.જાડેજા સહિતના અધિકારીઓ મેદાનમાં આવ્યા હતા અને મોરબીની બજારો અને મુખ્યમાર્ગો ઉપર લોકડાઉનના કડક અમલ કરાવવા પેટ્રોલીગમાં નીકળ્યા હતા તેમને રવાપર રોડ, બાપા સીતારમ ચોક, નરસંગ ટેકરી રોડ સહિતના મુખ્યમાર્ગો ઉપર કડક ચેકિંગ કર્યું હતું અને બિનજરૂરી કામે નિકલેલા લોકોને અટકાવી દીધા હતા. આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખોટી રીતે બહાર નીકળતા લોકો સામે કડક હાથે કામ લેવાની પોલીસને તાકીદ કરી હતી. તથા બિનજરૂરી રીતે ઘરમાંથી બહાર ન નિકળવા લોકોને અપીલ કરી હતી. જોકે ગઈકાલે ખોટી ભીડ ઉમટી પડતા આજે શહેરની બજાર અને મુખ્યમાર્ગો ઉપર પોલીસનું કડક ચેકિંગ રહ્યું હતું પોલીસના કડક ચેકિંગના કારણે અમુક જગ્યાએ જરૂરી કામે નીકળેલા લોકો અને ગરીબોને ભોજન વિતરણ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ મુશ્કેલીઓ પડી હતી. પણ અંતે આ મામલે અધિક કલેકટર કેતન જોશીએ આવશ્યક ચીજવસ્તુઓ ગરીબો સુધી પહોંચાડતા સેવાભાવી સંસ્થાઓના વાહનોને મુશ્કેલી ના પડે તેવી પોલીસને સૂચના આપી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/