મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન રોજેરોજનું કમાઈને રળી ખાતા લોકો ભૂખ્યા ન રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા અવિરતપણે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં જરૂરિયાત મંદોને ભોજન કે રાશન સામગ્રી પહોંચડાવામાં આવી રહી છે. ત્યારે નવલખી નજીક આવેલા જુમાંવાડી વિસ્તારના ગરીબોની વહારે મોરબીની જયદીપ સોલ્ટ કંપની આવીને સેવાયજ્ઞ હાથ ધર્યો હતો. મોરબીની જયદીપ સોલ્ટ કંપનીના દિલુભા જાડેજા દ્વારા નવલખી પાસેના જુમવાડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય તે વિસ્તારમાં રોજ પાણીના ટેન્કર પહોચાડવામાં આવે છે. તેમજ ત્યાંના આજુબાજુના 250 જેટલા જરૂરિયાત મંદોને રાશન કિટનું વિતરણ કર્યું છે.અને હાલમાં પણ આ વિસ્તારમાં જે જરૂરિયાત ચીજવસ્તુઓની જરૂર પડશે એ મુજબ જે તે વસ્તુઓનું કરશે અને લોકડાઉન દરમિયાન અહીંના જરૂરિયાતમંદોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ વ્યવસ્થા કરાશે તેમ જયદીપ સોલ્ટ કંપનીના દિલુભા જાડેજાએ જણાવ્યું હતું.