મોરબી : લોકડાઉન શરુ થયું છે ત્યારથી મોરબીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનો ગરીબોને વ્હારે આવ્યા છે. રોજનું રળીને ગુજરાન ચલાવતા મજૂરો લોકોને ઉદ્યોગ-ધંધા બંધ થઇ ગયા હોવાથી ભૂખ્યા ના રહેવું પડે તેવા હેતુથી ફૂડ પેકેટ તથા રાશન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે RSS (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) ગરીબો, મજૂરો ઉપરાંત પાકિસ્તાનથી પરત આવેલા હિન્દુ લોકોની મદદે આવ્યું છે. ગઈકાલે મોરબીના RSSના આગેવાનો દ્વારા પાકિસ્તાનથી આવેલા હિંદુઓને જરૂરી રાશનની કીટનું વિતરણ કરાયું હતું. તેમજ વિપુલ અઘારા (rss), પ્રદીપ વાળા, યુવા ઉદ્યોગપતિ અજય લોરિયા, મનુભાઈ કૈલા (ઉમિયા સમૂહ લગ્ન), શુરેશભાઈ રાજકોટીયા (rss), હિરેન પારેખ તથા ઈશ્વરભાઈએ ઉપસ્થિત રહી તેઓ એ પણ વિતરણ કર્યું હતું. આ તકે રાશન કીટનો લાભ મેળવનાર લોકોએ RSSનો આભાર માન્યો હતો.