મોરબી : ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન હોવા છતાં પણ લોકોમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે મોરબીમાં પણ કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ કેસના રિપોર્ટ કરાવવામાં આવે છે. સદ્નસીબે મોરબીમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. મોરબીનો સમગ્ર આરોગ્ય વિભાગ કોરોના સામેની લડતમાં ખડેપગે છે. ત્યારે ગઈકાલે મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર્સને કોરોના સંદર્ભે ટ્રેનિંગ જરૂરી ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેથી, આગામી દિવસોમાં જરૂર પડ્યે ડોક્ટરોને નિદાન-સારવાર કરવામાં સરળતા રહે.