મોરબી : કોરોના સામે લડવા માટે 21 દિવસનુ લોક ડાઉન કર્યુ છે અને રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી રીતે જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે રાહત પહોંચડાઈ રહી છે. એ માટે મુખ્યમંત્રી રાહત નિધી ફંડમા ફુલ નહિ તો ફુલની પાંખડીનુ દાન કરવા અપીલ કરી છે. ત્યારે કોરોના સામેની લડત માટે અનેક સંસ્થાઓ અને લોકો આગળ આવીને સરકારને સહાયરૂપ થવા અનુદાનની અવિરતપણે સરવાણી વહાવી રહ્યા છે. મોરબી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા આજે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે પીએમ કેર્સ ફંડમાં રૂ. 11,000 અને સીએમ રાહત ફંડમાં રૂ. 11,000નું અનુદાન ગોકળભાઈ ભોરણિયા, પ્રવિણભાઇ વારનેશિયા, નાથાભાઇ સવાડિયાના હસ્તે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલને અર્પણ કરેલ છે. આ ઉપરાંત, તંત્ર અને રાષ્ટ્રની સેવા માટે જરૂર પડે તો વરિયા બોર્ડિંગ પણ આપવા માટે તત્પરતા દાખવેલ છે. તેમજ સભારા વાડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચિફ મિનિસ્ટર રિલીફ ફંડમાં રૂ. 55,555નું અનુદાન કરવામાં આવ્યું છે. જે માટે ટ્રસ્ટના લોકોએ જિલ્લા કલેકટરને મળી ચેક અર્પણ કર્યો હતો. આ ઉપરાંત, ટંકારાના બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ.ના ડાયરેક્ટર જગદીશભાઈ પનારા, હિતેષ ગાંધી અને દેવેન્દ્રભાઈ પનારાએ રૂ. 1,51,000, સ્ટાર પોલીપેક કલ્યાણપર હસ્તક વિનોદભાઈ ભાગીયા, રમેશભાઈ ભાગીયા, ગંગારામભાઈ ભાગીયા દ્વારા રૂ. 1,51,000, સ્લોગન ગ્રુપ બેચરભાઈ અને ફાલ્ગુનભાઈએ રૂ. 1,51,000, સમય પોલિપેકના દુલાભાઈએ રૂ.1,51,000, શ્રી તિરૂપતિ પોલિપેકના વિપુલભાઈ એ રૂ. 1,51,000, શિવા પોલિપેકના રાકેશભાઈ એ રૂ. 1,51,000, રોયલ પોલિપેકના અશોકભાઈએ રૂ. 1,51,000 અને મેગાટોન પોલિપેકના દયારામભાઈએ રૂ. 1,00,000 એમ કુલ રૂ. 11,57,000ની માતબર રકમનુ અનુદાન આપ્યું છે. જો કે હજી એસોએશિયનના અન્ય સભ્યો દ્વારા આ ફંડ માટે સહમતો દર્શાવીને વધુ ફાળો એકત્ર કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવાશે તેમ જાણવા મળ્યું છે.