લોકોની સલામતી માટે ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ સહિતના સ્ટાફની પ્યાસ બુઝાવવા માટે સરકારી કચેરીઓમાં પહોંચાડે છે 20 હજાર બોટલો ટંકારા : ટંકારાના વિરપર ગામની આર.વી. બેવરેજીસ્ટ કંપની એવિયર મિનરલ વોટરની 200 ml ની 20 હજાર બોટલો વિનામૂલ્યે મોરબી જિલ્લાની કચેરીમા પહોંચાડે છે. લોકડાઉનને પગલે જ્યારે પોલીસ અને પ્રસાશન તથા હોસ્પિટલના કર્મચારીઓ પોતાની પરિવારની દરકાર કર્યા વગર લોકોની સલામતી માટે અવિરતપણે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મિનરલ વોટર કંપની એક અઠવાડિયાથી તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તરસ છિપાવીને ઉમદા માનવ ધર્મ નિભાવે છે. ટંકારાના વિરપર ગામના માજી સરપંચ વલ્લભભાઈ અને તેનો પુત્ર બિપીન કુમાર કોરોના વાઈરસને પગલે લોકડાઉન જાહેર કરતા ઈમર્જન્સી હેઠળ સેવા આપી રહેલ પોલીસ સરકારી તંત્ર અને દવાખાનાના ડોકટરો અને સ્ટાફ જે રીતે પ્રજા માટે પોતાના પરિવારની ચિંતા છોડી કામગીરી કરી રહ્યા છે ત્યારે એમના આરોગ્ય પર કોઈ ગંભીર અસર ન થાય અને વિનામૂલ્યે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આર. વિ. બેવરેજીસ્ટ કંપનીના માલીક પિતા-પુત્ર એક અઠવાડિયાથી દરરોજ મોરબી ટંકારા સહિતની કચેરી ખાતે એવિયર મિનરલ વૉટર 200 ml ની 20 હજાર જેટલી બોટલો વિનામૂલ્યે પહોંચાડે છે. આ આફતના સમયે વિનામૂલ્યે જલ સેવા માટે કંપનીના માલીક વલ્લભભાઈ જાતે જ હાઈવે પર બંદોબસ્ત પોઇન્ટ સુધી પોતાના વાહન મારફતે પ્રજાની સુરક્ષા માટે સતત ખડેપગે રહીને ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની પ્યાસ બુઝાવી ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે.