મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે મચ્છુ નદીમાં ડૂબી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તા. 2 એપ્રિલના રોજ લીલાપર ગામ પાસે મચ્છુ નદીમાં નહાવા પડતા ઉંડા પાણીમાં અકસ્માતે ડુબી જવાથી લીલાપરમાં રહેતા 28 વર્ષીય મનસુખભાઇ ઉર્ફે લાલો મનજીભાઇ થરેશાનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.