મોરબી : મોરબીમાં લોકડાઉનને કારણે ઉદ્યોગો બંધ થઈ જતા રોજનું રોજ કમાઈને જીવન ગુજારતા મજુરો ભૂખ્યા ન રહે તેવા હેતુથી મોરબીના સીરામીક એસોસિએશન દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એસોસિએશન દ્વારા ગરીબોને 15 દિવસ ચાલે એટલા રાશનની કુલ 1500 કીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ગઇકાલે 300 રાસન કીટનું તથા આજે 400 રાશન કીટનું વિતરણ કરાયું હતું. મોરબી સિરામિક એસોસિયેશનના સભ્યો તરફથી મળેલ રાશન કિટમાંથી આજે તા. ૩/૪/૨૦ ના રોજ ૪૦૦ કીટનું નીચે મુજબ વિતરણ કરેલ છે (૧) શનાળામાં ૨૫ કીટ (૨) મુખ્યમંત્રી આવાસ, લીલાપર રોડમાં ૧૪૦ કીટ (૩) વજેપર વાલ્મીકિ સમાજને ૧૨૫ કીટ (૪) વજેપર વણકર સમાજમાં ૯૦ કીટ (૫) ગ્રીન ચોકથી દરબાર ગઢ ખાતે ૧૫ કીટ (૬) બીજી પરચુરણ ૫ કીટ આમ મળીને કુલ ૪૦૦ રાશન કીટનું પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તથા ઉપપ્રમુખ ભાણજીભાઈ અને મનોજભાઈ બોસ સાથે જીગ્નેશભાઈ કૈલાના હાથે વિતરણ કરેલ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/