મોરબી : હાલ સમગ્ર વિશ્વ કોરોનની મહીમારીના સંકટમાં સપડાયેલ છે. ત્યારે દેશભરમાં સંપુર્ણ લોકડાઉન છે તેમજ નાગરીકોને ઘરમાં જ રહેવાની સુચના આપેલ છે. આ પરિસ્થિતીમાં રોગચાળાથી બચવા તેમજ તે મહામારીનો સામનો કરવા શહેરની સફાઈ અતિ આવશ્યક બની ગયેલ છે. જે કામગીરી સફાઈ કામદારો તેમજ ભૂગર્ભ ગટર કામદારો દ્વારા કરાવામાં આવે છે. આ મહામારીના સમયમાં સફાઈની મહત્વની કામગીરી સફાઈ કામદારો તેમજ ભૂગર્ભ ગટર કામદારો કરતા હોય છે અને કરે છે પરંતુ તે સફાઈ કામદારોની યાતના અને તેમની સમસ્યા વિશે સરકારે કયારેય વિચાર્યું છે? તેવો પ્રશ્ન નગર પાલિકા કર્મચારી મંડળના મંત્રી ધીરુભાઈ મકવાણાએ કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજુઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. વધુમાં, આ રજુઆતમાં જણાવવામાં આવેલ છે કે હાલની વિકટ પરિસ્થિતીમાં સફાઈ કામદારી ભુગર્ભ ગટર કામદારોને માસ્ક,સેનેટાઈઝર, ગ્લોઝ સહિતના જરૂરી તમામ સાધનો પુરા પાડવાની આવશ્યક છે. આ ઉપરાંત, સફાઈ કામદારો, ભુગર્ભ ગટર કામદારો જે કામ કરે છે. તેમને રોજીદુ વેતન જ આપવામાં આવે છે. ત્યારે કુટુંબના ભવિષ્ય માટે જુથ વિમાનો લાભ અને તેનું પ્રિમયમ પણ સ૨કાર દ્વારા ભરવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી છે.