મોરબી : હાલમાં દેશ કોરોનાના સંકટનો સામનો કરી રહ્યું છે. જેના માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીવાસીઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા માટે બહાર ના નીકળવું પડે અને તેઓને ઇન્ફેક્શનથી બચાવી શકાય તે માટે જુનિયર ડોક્ટરો દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવીને મોરબી અને તેની આજુબાજુના વિસ્તારના ડોક્ટરોની યાદી તૈયાર કરવામાં આવી છે. દર્દીઓ આ યાદીમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર નિયત કરેલા સમય દરમિયાન સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે. જે યાદી નીચે આપેલ લિંક પર જોઈ અને ડાઉનલોડ કરી શકાશે. http://morbiupdate.com/wp-content/uploads/2020/04/COVID-FULL-AND-FINAL-1-1.pdf