હળવદ : હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકો ભારે ભયભીત બન્યા છે.લોકોના માનસમાં કોરોનાનો ડર એટલી હદે પેસી ગયો છે કે ,ઘણા લોકો માનસિક બીમારીના શિકાર બની ગયા છે અને કોરોના હજુ દૂર હોય છતાં પણ કેટલાક લોકોને આ મહામારી લાગુ પડી ગઈ હોય એવો કલ્પનિક ભય અનુભવે છે.ત્યારે હળવદમાં લોકોમાં રહેલા કોરોનાના ભયને દૂર કરવા અને કોરોના અંગે લોકોના મુંઝવતા પ્રશ્નો દૂર કરવા માટે તંત્ર દ્વારા બે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.જેમાં કોરોનાને કારણે માનસિક બીમારીનો શિકાર બનેલા અને લોકોને કોઈ કોરોના અંગે મુંઝવતા પ્રશ્નો હોય તો તેમનું સમગ્ર સાચી વિગત મેળવવા માટે ડો.ચાંદનીબેન પટેલ મો.75678 77592 અને ફો.હર્ષદભાઈ પટેલ મો.70690 07721 ઉપર બપોરમાં 3 વાગ્યા પછી સંપર્ક કરવો જેથે લોકોને કોરોના અંગે સચોટ અને સાચી માહિતી.મળી શકશે.તેમ હળવદ વહીવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.