કીટનું દાન કરવા માંગતા દાતાઓ 500 રૂપિયાની રોકડ રાશી પણ આપી શકે છે મોરબી : ગત 25 માર્ચથી શરૂ થયેલા 21 દિવસના લોકડાઉનને લઈને ગરીબ અને શ્રમજીવી વર્ગની રોજિંદી આવક બંધ થઈ જતા તેઓને બે ટંક ખાવાના સાંસા પડી રહ્યા છે. ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ દાનની સરવાણી વહાવવા આગળ આવી રહી છે. શ્રી માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ ગરીબોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરવાનું આયોજન કર્યું છે. આ રાશન કીટમાં 5 કિલો લોટ, 1 કિલો તેલ, 1 કિલો ચણાદાળ, 1 કિલો ચણા, 500 ગ્રામ મગદાળ, 1.5 કિલો ચોખા, 1.5 કિલો બટાકા, 1.5 કિલો ડુંગળી તથા એક એક પેકેટ હળદર - મરચું આપવામાં આવનાર છે. ઉપરોક્ત રાશનની અંદાજીત કિંમત 500 રૂપિયા થવા જાય છે. તો સમાજના નાના-મોટા દાતાઓ ગરીબો માટે શરૂ થવા જઈ રહેલા આ સેવા યજ્ઞમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે તેવી અપીલ ડૉ. મનુભાઈ કૈલા ( પ્રમુખ, શ્રી માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ)એ કરી છે. ઉપરોક્ત પ્રમાણેની રાશન કીટમાં પોતાનો ફાળો નોંધાવવા માટે મનુભાઈ કૈલા મો. 9825405076, મણીલાલ સરડવા મો. 9825695708, જયંતીભાઈ પડસુંબિયા મો. 9825695827, ઈશ્વરભાઈ સબાપરા મો. 9427222510, જયંતીભાઈ વિડજા મો. 9978921318, કમલેશભાઈ કૈલા મો. 9898656985, મગનભાઈ અઘારા મો. 9825098079 તથા વિનુભાઈ કૈલા મો. 9925360345 પર સંપર્ક સાધવા એક પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવ્યું છે.