તંત્રની જોખમી બેદરકારીને કારણે સ્થાનિકો ઉપર રોગચાળાનું જોખમ મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં તંત્રની જોખમી બેદરકારીના કારણે ઉભરાતી ગટરની સમસ્યા યથાવત રહી છે. હાલ કોરોના ફેલવાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર આ વિસ્તારની ગટરની સમસ્યા હલ કરવામાં કોઈ તસ્દી ન લેતા આ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. આથી, સ્થાનિકોનું આરોગ્ય રામભરોસે મુકાય ગયું છે. મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા છે. આ વિસ્તારમાં સમયાંતરે ગટરની ગંદકી નદીના વહેણની માફક વહે છે અને બેસુમાર ગંદકી ફેલાય છે. એ વિસ્તારના લોકોની અનેક રજુઆત છતાં તંત્રની ઉંઘ ઉડી નથી. દરેક રજુઆતો બેઅસર રહી છે. હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે. તેથી, રોગચાળો ન ફેલાય તે માટે ગટરની ગંદકીનો પ્રશ્ન હલ કરવો જરૂરી છે. તેમ છતાં પણ તંત્ર બેદરકારી યથાવત રહેતા આ વિસ્તારમાં ગટરની સમસ્યા વકરી છે. આ વિસ્તારમાં ઠેરઠેર ગટરની ગંદકી ફરી વળી છે.આવી સ્થિતિમાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? તેવો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે.