15 દિવસ ચાલે એટલા રાશનની 1500 જેટલી કીટનું વિતરણ કરશે સીરામીક એસોસિએશન મોરબી : એકવીસ દિવસના લોકડાઉનને કારણે ધંધા-રોજગાર અને ઉદ્યોગો ઠપ્પ થઈ જતા રોજનું કમાઈ લાવીને રોજનું ખાતા શ્રમિક વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબીના સીરામીક એકમના ઉદ્યોગપતિઓ ગરીબોની વ્હારે આવ્યા છે. ગરીબ પરિવારને 15 દિવસ ચાલે એટલા રાશનની 1500 કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 300 જેટલી કીટનું વિતરણ થઈ ચૂક્યું છે. જેમાં (૧) સ્વામીનારાયણ મંદિર બીએપીએસ સંસ્થા માં ૧૦૦ (૨) નવાજાંબુડીયાની પાછળ સલાટ જાતી ને ૫૦ (૩) લાલપર પાવરહાઉસની બાજુમાં ૯ (૪) પાનેલીરોડ વિચરતીજાતીને ૧૭ (૫) રફાળેશ્વર રેલવે ફાટકની બાજુમાં વિચરતી જાતિના લોકોને ૧૦૩ (૬) જાંબુડીયા નવી આરટીઓ ઓફિસ ની બાજુમાં ૨૧ આમ મળી ને કુલ ૩૦૦ રાશનકીટનું પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તથા ઉપપ્રમુખ ભાણજીભાઈના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાકીની કીટો તૈયાર કરાઈ રહી છે. દિવ્યાંગ, નિરાધાર એવા વર્ગને તેમજ ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારોને હાલ આ રાશન કીટનું વિતરણ ચાલી રહ્યું છે.