મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના નાગરિકોને જણાવવામાં આવેલ છે કે ઘરની આજુબાજુમાં રહેતા કોઈપણ લોકો કે જેઓ લોકડાઉનના આદેશનું પાલન નથી કરતા અને ઘરની બહાર ભેગા મળીને બેસે છે અથવા ફલેટની નીચે પાર્કીંગ એરીયામાં ટોળે વળી બેસે છે અથવા કોમન પ્લોટમાં ભેગા થઈ બેસે છે અથવા પોતાનું વાહન લઇ બિનજરૂરી અવારનવાર બજારમાં આંટા મારે છે. તેવા તમામના ફોટા પાડી કે વીડિયો ઉતારી મોબાઈલ નંબર 9099021287 પર વોટસએપ કરવા અનુરોધ કરાયો. જેથી, તેઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી શકાય. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/