શહેરના પછાત અને ઝુપડપટ્ટી વિસ્તારમાં રાશન કીટનું વિતરણ કરી કિન્નરોએ માનવતા મહેકાવી મોરબી : મોરબીમાં હાલમાં કોરોનાને પહોંચી વળવા માટેના લોકડાઉન દરમિયાન જુદીજુદી સંસ્થાઓ અને અસંખ્ય સેવાભાવીઓ જરૂરિયાતમંદો માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદોની સેવા માટે કિન્નરો પણ એ સેવાની જ્યોત જલાવીને જરૂરિયાતમંદોને રાશન કિટનું વિતરણ કર્યું હતું. કિન્નરો દ્વારા આશરે 150 જેટલી રાશન કિટનું વિતરણ કરીને જરૂરિયાતમંદોની સેવા કરીને તેમને હૂંફ પુરી પાડી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીમાં દરેક સંસ્થા અને દરેક નાગરિકોનો અત્યારે એક માત્ર ઘ્યેય છે કે રોજેરોજનું કમાઈ ખાતા સામાન્ય વર્ગના અનેક લોકો હાલ 12 દિવસના લોકડાઉનની રજામાં ભૂખ્યા ન રહી જાય તેવો સંકલ્પ કરીને દરેક સંસ્થાઓ અને અસંખ્ય સેવાભાવીઓ રાત દિવસ જોયા વગર સેવાયજ્ઞ ચાલવીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરે છે. ત્યારે મોરબીના કિન્નરો પણ આવા જ ધ્યેયને ખરા અર્થમાં સાકાર કરીને આફતના સમયે પોતાનાથી બનતી ગરીબોને મદદ કરી છે. જેમાં શહેરની નાની બજાર નજીક આવેલ મઠના કિન્નરો હીરા દે, દિવાળી દે, રેખા દે, પદમાં દે, ખુશ્બુ દે, હીરા દે, પ્રિયા દે, વૈશાલી દે અને કોમલ દે, રેખા દે સહિતના કિન્નરો દ્વારા આજે શહેરના પછાત અને ઝુપડપટ્ટી વિસ્તારમાં 150 જેટલી રાશન કીટનું વિતરણ કરીને મુશ્કેલીના સમયમાં તેઓ પણ જરૂરિયાતમંદોની સેવા માટે ખડેપગે હોવાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/