મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં લોકડાઉન છે. ત્યારે જરૂરી કામ સિવાય ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ હોવા છતાં બગથળામાંથી જુગાર રમતા બે શખ્સો પકડાયા હતા તેમજ આઠ શખ્સો નાસી છૂટ્યા હતા. હાલમાં તાલુકા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી આઠ આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. ગઈકાલે તા. 29 ના રોજ બગથળા ગામની સીમ નજીક બગથળા ગામથી જેપુર ગામ જવાના રોડ ઉપર આવેલ કાંતી કોટન મીલની પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં 10 શખ્સો રોકડ રકમ રૂ. 17,050 જુગાર રમી રહ્યા હતા. જેમાંથી તાલુકા પોલીસે કાંતીલાલ રવજીભાઇ ઉધરેજા (ઉ.વ.૪૦) તથા શૈલેષભાઇ પ્રેમજીભાઇ ઉધરેજા (ઉ.વ.૨૫)ને સ્થળ પર પકડી તેઓની અટકાયત કરી હતી. તેમજ અન્ય 8 આરોપીઓ ધનસુખભાઇ રામજીભાઇ ચાવડા, જયેશભાઇ દેવજીભાઇ ચાવડા, હેમુભાઇ દેવજીભાઇ ચાવડા, પ્રકાશભાઇ કરશનભાઇ ચાવડા, મુકેશભાઇ ડાયાભાઇ ચાવડા, અતુલ ભુપતભાઇ થોરીયા, યોગેશભાઇ અમૃતભાઇ ઉર્ફે હકાભાઇ મેરજા તથા જયસુખભાઇ પ્રભુભાઇ ઉધરેજા (રહે. બધા બગથળા ગામ, તા.જી.મોરબી)ને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.