ત્રણેક શખ્સોએ અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલ્યો હોવાની પોલીસને કડી મળી ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતરમા વસતા પરપ઼ાંતિય મજુર દંપતિની શનિવારે મધરાતે કોઈ અજાણ્યા શખ્સોઍ બેરહેમીથી હત્યા કરી કાસળ કાઢી નાંખી ફરાર થઈ ગયા હતા. ડબલ મડઁરના બનાવ અંગે રવિવારે સવારે ગામડાના કોઈઍ પોલીસને ખેત મજુર પતિ-પત્નીના મૃતદેહ પડયાની જાણ કરતા પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ બનાવની હકિકત જાણવા ફોરેન્સિક લેબમા રાજકોટ ખસેડયા હતા. ડબલ હત્યાથી સમગ઼ જીલ્લામા ભારે ગમગીની સાથે ચકચાર જાગી છે.જોકે,પોલીસને હત્યા ત્રણેક શખ્સોઍ મળીને કયાઁનુ અને અંગત અદાવતમા ખૂની ખેલ ખેલાયાની પ્રાથમિક કડી હાથ લાગી છે. ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામે પાદરની સીમમા ખેડુત દિલીપભાઈ છગનભાઈ દેસાઈના ખેતરમાં વસતા પરપ઼ાંતિય ખેતમજુર દંપતીને શનીવારે મધરાતે કોઈ અજાણ્યા શખ્સોઍ તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાથઁ ફટકારી બેરહેમીથી હત્યા કરી નાસી છુટયા હતા.રવિવારે સવારે ગામડાના કોઈઍ ટંકારા પોલીસને સ્ત્રી પુરૂષના મૃતદેહ પડયા હોવાની જાણ કરતા પોલીસ સબ ઈન્સપેકટર લલિતાબેન બગડા,રાઈટર સુરેશભાઈ પટેલ, ફિરોઝખાન પઠાણ પ્રવિણભાઈ મેવા વિક઼મ આહિર સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી જઈ બંનેના મૃતદેહ જોતા જ બંનેને મોતને ઘાટ ઉતારી બેવડી હત્યા થયાનુ પામી ગયા હતા. ઘટના સ્થળે પત્નિ અને થોડે દુર હાઈવે કાંઠે પડેલા પડેલા મૃતદેહનુ નિરીક્ષણ કરી પ઼ાથમિક તપાસથી જાણ્યુ હતુકે, મૃતક દશરથ કાલીયાભાઈ વસાવા (ઉ.૨૮) તથા કારીબેન વસાવા (ઉ.૨૬) બંને પતિ-પત્ની હોય અને હજુ ત્રણેક દિવસ પૂવૅઁ જ જયા હત્યા થઈ ત્યા આવીને વસવાટ કયૉઁ હતો.પોલીસે મૃતક દંપતિના મૃતદેહનો કબજો લઈ હત્યાના બનાવને બારીકાઈથી જાણવા બંને મૃતદેહોને ફોરેન્સિક પીઍમ કરવા રાજકોટ ખસેડયા હતા. પરપ઼ાંતિય મજુર પતિ પત્નિના મોતથી તેમના ચાર માસુમ બાળકો નોધારા બન્યા હતા.પોલીસની પ઼ાથમિક તબક્કાની છાનભીનમા હત્યાથી મોત પામનાર પરપ઼ાંતિય મજુર દંપતિ મૂળ વતન મધ્યપ઼દેશ રાજયના મયાવટ તા.ભાંભોર જી.અલીરાજપુરથી ગુજરાતમા મજુરી કામે આવીને ટંકારાના ઓટાળા ખાતે અગાઉ હેમંતભાઈ અરજણભાઈ પટેલના સિમેન્ટ પાઈપ બનાવવાના કારખાને કામ કરતા હતા.પરંતુ અહી તેઅોને અન્ય પરપ઼ાંતિય મજુરો સાથે કોઈ બાબતે વાંકુ પડતા ભારે બબાલ થઈ હતી.અને ડખ્ખો થતા ત્યાથી ત્રણેક દિવસ પૂવૅઁ રહેઠાણ બદલી ગામડાના અન્ય ખેડુતના ખેતરે ખેતમજુર તરીકે જોતરાઈ ખેતરની ઝુંપડીમા આવીને વસ્યા હતા.ત્યા હત્યા થતા પોલીસ અંગત અદાવતમા ડબલ મડઁરનો ખુની ખેલ ખેલાયાનુ પામી ત્રણેક શખ્સો ઍ સાથે મળી દંપતિનુ કાસળ કાઢી નાંખ્યુ હોવાનુ અને હત્યા બાદ ચોકસ મજુર ફરાર થતા પોલીસની શંકા દ્રઢ બની હતી અને શકમંદોના કોલર સુધી પહોંચી જવાની આશા જાગી છે.