લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવાનો સરાહનીય સંકલ્પ મોરબી : સમગ્ર વિશ્વને કોરોનાએ પોતાના ભરડામાં લઇ લિધો છે ત્યારે હાલત એટલી હદે ખરાબ છે કે વિશ્વની મહાસતાઓ પણ આ વાઇરસ સામે હાર માનતી જોવા મળી રહી છે. ભારત સરકારને પણ આ મહામારીને કારણે જનતા કર્ફ્યું અને લોકડાઉન જેવા આકરા પગલા ભરવા પડ્યા અને હજુ પણ સ્થિતિ બગાડવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે ભારતમાં લોકસેવાનો જુવાળ ઉભો થયો છે. એ સંદર્ભમાં મોરબીમાં પણ સેવાભાવી લોકો લોકડાઉનમાં ફસાયેલા ગરીબ અસરગ્રસ્તોની સેવામાં આગળ આવી રહ્યા છે. સંજય કેટરર્સ વાળા સંજયભાઈ શેઠને વિચાર આવ્યો અને આ વિચારથી પ્રેરાઈ અનેક સેવાભાવી યુવાનોએ 'માનવસેવા' ગ્રુપમાં જોડાઈ મોરબીમા વસતા અને રોજનું કમાઈ અને રોજ ખાતા પરિવારની આંતરડી ઠારવા માટે સંપૂર્ણ શુદ્ધ ભોજનની જવાબદારી ઉપાડી છે. સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન ૨૧ દિવસ સુધી આ સંસ્થા સ્વાદિષ્ટ ભોજન બનાવી દરરોજ સાંજે જરૂરિયાતમંદોને અંદાજે ૨૧૦૦ લોકોના ઘર સુધી ભોજન પહોચાડી રહ્યા છે. ભોજનમાં શુદ્ધતા જળવાઈ રહે રોગચાળો ફેલાય નહી તે માટે વેક્યુમ પેક ડિશમા ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોરબીના અનેક વિસ્તારો જેવા કે દલવાડી ચોકડી, ભગવતી હોલ, નવલખી ફાટક, કુબેર ટોકીઝ પાછળ, એલી કોલેજ પાછળ, મહાદેવ મંદિર પાસે, વીસીપરા સર્કિટ હાઉસ, ટીંબા મેલડી મંદિર પાછળ, સમાજની વાડી શનાળા, મોર્ડનહોલ શનાળા, ગણેશ ટ્રાવેલ્સ, દરબાર ગઢ, નાનીબજાર, ગામડ શેરી, જડેશ્વર મંદિર સહિતના વિસ્તારોમાં ૨૧૦૦ જેટલી ભોજન ડીશ બનાવીને વેક્યુમ પેકિંગ કરીને પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રસ્તાપર ચાલીને જતાં ૭૦૦ જેટલા શ્રમજીવી પરિવારોને સુકો નાસ્તો અને રાશન કીટ આપવામાં આવી છે. અંદાજે ૫૦૦૦ જેટલા કપડાના વોશેબલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં ભાવેશભાઈ મણિયાર, ક્રિપાલસિંહ ઝાલા, સાગરભાઇ શેઠ, સંજયભાઈ શેઠ (સંજય કેટરર્સ), અશ્વિનભાઈ (માધવ મંડપ), ઉપેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ, કલ્પેશભાઈ, મંગલજી ભાઈ, નારણભાઈ કાવર, ભગીરથભાઈ હુંબલ, રાહુલભાઈ વિડજા, માવજીભાઈ આહીર, હિતેશભાઈ પાંચોટિયા, રાજેન્દ્રભાઈ સોની અને પ્રભાતભાઈ આહીર તન મન ધનથી સેવા આપી રહ્યા છે. આ સેવાકાર્યમાં અનેક નામી-અનામી લોકો આર્થિક સહયોગ કરી સહભાગી બની રહ્યા છે. ત્યારે જનસેવાના કાર્યમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનમાટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ભાવેશભાઈ મણીયાર મો.9825735678 સંજયભાઈ શેઠ મો.9898294123 ક્રિપાલસિંહ ઝાલા મો.9724677777 સાગરભાઈ શેઠ મો.9825052656 અશ્વીનભાઈ (માધવ મંડપ) મો.9712320920 ઉપેન્દ્રભાઈ મો.8000580006 હેમાંગભાઈ મો.9712397113.