વાંકાનેર : કોરોના વાયરસ સબંધે તકેદારી રાખવાના ભાગરૂપે સાવચેતી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ, ચા-પાનની દુકાન તથા ભીડભાડવાળી જગ્યાએ સઘન ચેકીંગ કરવામાં આવે છે. ગઈકાલે તા. 27ના રોજ વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન અરણીટીંબા ગામે મંજુર હુશેન ઉર્ફે નસરૂલા મામદહુશેન માથકીયા (ઉ.વ. ૨૫) નીગાહે બાન પાન સેન્ટર નામની કેબીન ખુલ્લી રાખી વેપાર કરવા તથા દીધલીયા ગામે અબ્દુલભાઇ હબીબભાઇ વકાલીયા (ઉ.વ. ૪૫) એ પાનની કેબીન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેમજ વાંકાનેર શહેરમાં ચાવડી ચોક મેઇન બજારમાં હીરેનભાઇ રમેશભાઇ વાઘેલીયા (ઉવ.૨૫, રહે.પંચાસર રોડ પંચવટી સોસાયટી) તથા મેઇનબજાર, હનુમાનશેરી ખાતે જાહીદ યુનુસભાઇ ગોરી (ઉવ.૩૨) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.