ટંકારા : તાલુકાના હમીરપર ગામને લોકડાઉન કરાયું હોય લોકોને જીવન જરૂરી વહીજ વસ્તુઓ મળી રહે એ માટે કરિયાણાની દુકાન એક કલાક સવારે અને એક કલાક સાંજે ખોલવા માટે તાકીદ કરાઈ છે. કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં કરફ્યુના (લોકડાઉન) આદેશ સંદર્ભે હમીરપર ગામના તલાટીમંત્રી તથા ગામના સરપંચે એક નિર્ણાયક કદમ ઉઠાવતા તેઓના આદેશ મુજબ ગામની કરિયાણાની દુકાન સવારે એક કલાક અને સાંજે એક કલાક પૂરતી જ ખોલવાની રહેશે અને બીજી બધી દુકાનો તારીખ 14 એપ્રિલ સુધી બંધ રાખવાની છે. ગામમાં કયાંય પણ વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર સખ્ત મનાઈ હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે એને રૂપિયા 1100નો દંડ ફટકારવામાં આવશે અને બહાર ગામથી જે લોકો ગામમાં આવેલ છે એ લોકોએ પણ 14 દિવસ સુધી ઘરની બહાર ન નિકળવું એના માટે પણ ગ્રામ પંચાયતે કડક સૂચના આપી છે. ગામની બહારથી આવેલી વ્યક્તિ જો બહાર નીકળશે તો રૂપિયા 2500નો દંડ કરવામાં આવશે બધા નિયમોનું પાલન કરી બધાનો સાથ સહકાર રહે તેવી લાગણી હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ વ્યક્ત કરી છે.