મોરબી : મોરબીમાં કોરોનાના સંકટને અંકુશમાં લેવા માટે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આમ છતાં અમુક લોકો બિનજરૂરી કામ માટે રખડવા નીકળે છે. પોલીસની લાઠી અને કોરોના સંક્રીમત થવાનો ભય અમુક લોકોને અસર કરતો જ નથી. તેથી, લોકડાઉનની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કડક કદમ લેવામાં આવ્યા છે. જેમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે એસઆરપીની એક પ્લાટુન મોરબીને ફાળવાઈ છે. લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 24 એસઆરપી જવાનની એક પ્લાટુન ફાળવાઈ છે. જે મોરબી શહેરમાં તૈનાત કરી દેવામાં આવી છે અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા આ એસઆરપીની ટુકડી સજ્જ બની છે.