એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીઓનું માત્ર થર્મલ સ્ક્રીનીંગ જ થયું હોય તે દરેકનું સ્ક્રીનીંગ કરવું જરૂરી મોરબી : મોરબીના જાગૃત નાગરિક નિર્મિત કક્કડ દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટને ભારતમાં હવે ડોર ટુ ડોર સ્ક્રીનીંગ કરવાની રજુઆત કરી છે. જેમાં ભારતમાં કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા અને ઝડપથી દેશને કોરોના મુક્ત કરવા ડોર ટુ ડોર સ્ક્રીનીંગ કરવાની ભલામણ કરતા જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટ પર માત્ર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા જ ઉપલબદ્ધ કરાવાઈ હતી. જેનાથી વિદેશથી આવેલ પ્રવાસીમાં તાવના લક્ષણો છે કે કેમ તે જાણી શકાય અને તેને આધારે તેવા પ્રવાસીઓને અલગ તારવી શકાય. જો કે મોટા ભાગના પ્રવાસીઓ પેરાસીટામોલ ખાઈને પ્રવાસ કરતા હોવાથી જે તે સમયે તેઓનું ટેમ્પરેચર નીલ આવે પણ ખરેખર તેઓ કોરોના સંક્રમિત પણ હોઈ શકે. ભારતમાં 135 કરોડની અંદાજીત વસ્તી સામે 10 લાખથી વધુ ડોક્ટરો છે. આમ સરેરાશ 1350 લોકો દીઠ એક ડોકટર છે. આવી મહામારીને સમયે ડોકટરનો આ રેશિયો ખૂબ મોટો છે જે ચિંતાજનક છે. ચૂંટણી સમયે જે રીતે દરેક અધિકારીઓને બુથ લેવલ સુધીની જવાબદારી સોંપાય છે એવી રીતે દરેક અધિકારીઓ સાથે ખાનગી ડોકટરોની જવાબદારી ફિક્સ થાય અને વિદેશથી આવેલા તમામ લોકોનું ઘેર ઘેર જઈને ફરી સ્ક્રીનીંગ કરવામાં આવે તે અત્યંત આવશ્યક બની ગયું છે. દરેક પ્રવાસીને શાહીથી માર્ક કરી તેની નિગરાની રાખવામાં આવે તેવી ચુસ્ત વ્યવસ્થા હાલ જરૂરી બની ગઈ છે. અલબત આ વ્યવસ્થા ગોઠવાય તો 21 દિવસના લોકડાઉન બાદ ભારતમાં કોરોનાનો વધુ ખતરો ટળી શકે છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/