મહિલાને દુ:ખાવો ઉપડતા સારવારમાં લાવ્યા બાદ કોઇ વાહન વ્યવસ્થા ન હોવાથી પોલીસે ખાનગી કારમાં તેને ઘરે પહોંચડાવાની વ્યવસ્થા કરી આપી મોરબી : મોરબીમાં આજે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોલીસની માનવતા ફરી મહેકી ઉઠી હતી. જેમાં બેલા ગામની સર્ગભાને દુખાવો ઉપડતા સારવાર મોરબી લાવ્યા બાદ પરત ઘરે જવા માટે કોઈ વાહનની સુવિધા મળી ન હતી. આથી, પોલીસે આ કપરા સમયે મદદે આવીને આ સર્ગભા મહિલા માટે વાહનની વ્યવસ્થા કરીને હેમખેમ તેના ઘરે પહોંચાડી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા ગામે રહેતી સર્ગભા મહિલાને પેટમાં દુખાવો ઉપડતા તેને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. આ હોસ્પિટલમાં સર્ગભા મહિલાનું રૂટિન ચેકઅપ કરીને ઘરે રજા આપી દેવાતા તે ઘરે સર્ગભા મહિલા ઘરે જવા નીકળી હતી. પણ લોકડાઉનનેં કારણે કોઈ વાહનીની સુવિધા ન મળતા આ મહિલા મુશ્કેલીમાં મુકાય ગઈ હતી. દરમિયાન નહેરુગેટ ચોક ખાતે ફરજ પર રહેલા પોલીસ જવાનોના ધ્યાને આ ગંભીર બાબત આવતા તેમને બનાવની ગંભીરતા સમજીને ગર્ભવતી મહિલાને બેલા ગામ નજીક ઘરે મુકવા જવાની વ્યવસ્થા કરી હતી. આ રીતે પોલીસના જવાનોએ લોકડાઉનમાં પ્રજાની સુરક્ષા સાથે એક સર્ગભા મહિલાને તેના ઘરે હેમખેમ પહોંચાડીને ફરી એકવાર પોલીસ પ્રજાનો ખરા અર્થમાં હમદર્દ હોવાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/