બેકરીની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર અને જાહેરમાં ટોળે વળીને બેઠેલા 9 લોકો સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં કોરોનાના સંકટને ટાળવા માટે 21 દિવસનું લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો જાહેરમાં પ્રવૃત્તિ ન કરવામાં સમજતા જ ન હોવાથી પોલીસ સઘન ચેકિંગ કરીને આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. જેમાં કોરોનાનો ભય છતાં ક્રિકેટ રમતા 11 યુવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. ઉપરાંત બેકરીની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર અને જાહેરમાં ટોળે વળીને બેઠેલા 9 લોકો સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં લોકડાઉનની ગંભીર પરિસ્થિતિને અમુક લોકો ગંભીરતાથી લેતા જ ન હોય અને પોતાની રાબેતા મુજબની પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસે આવા લોકોની શાન ઠેકાણે લાવવા માટે કલેકટરના કોરોના સંદર્ભના જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીના બાયપાસ ઉપર આવેલ મચ્છુનગરના 25 વરિયા પ્લોટમાં રહેતા સતીષ નવઘણ ભરવાડ, રાહુલ ભરવાડ, અભિષેક રાયધન, મોતી સુરેશ ભરવાડ, રાહુલ માધા ભરવાડ, વિપુલ બેચર લામકા, સોંડા નોંધા ભરવાડ, માત્રા રૈયા ભરવાડ, ગેલા સુરેશ ભરવાડ એમ મળીને 11 યુવાનો કોરોનાનો ભય છતાં આ વિસ્તારના જાહેર મેદાનમાં ક્રિકેટ રમતા હોવાનું ધ્યાને આવતા પોલીસે આ તમામ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. વધુમાં, ડાયમંડ બેકરી ખુલ્લી રાખનાર દુકાનદાર અમિત સદરૂદિન ખોજા સામે તેમજ શક્તિ પ્લોટમાં ખુરશી રાખીને ટોળે વળીને બેઠેલા રૂષભ દિલીપ સુતરિયા, ભરત વનેચંદ જૈન, યશ ભરત જૈન, પ્રણવ વિનોદ સુતરિયા તથા નટરાજ ફાટકે બેઠેલા ચિરાગ અમૃત, જયપાલ અમૃત, કેયુર વલ્ભભભાઈ સિરિશ રસિક નંદા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/