હળવદ પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સઘન ચેકિંગ કરી જાહેરનામાનો ભંગ કરતા લોકો પર તવાઈ ઉતારી હળવદ : હળવદમાં કોરોનાને લઇ લાગુ કરાયેલા લોક ડાઉન દરમિયાન લોકોની બિનજરૂરી કામ વગર બહાર નિકળવાની સ્પષ્ટ મનાઇ છે તેમ છતાં પણ અમુક લોકો બિન્દાસ રીતે બિનજરૂરી કામે નીકળતા હોવાથી પોલીસે પણ તેમની સામે લોકડાઉનના ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે. જેમાં પોલીસ દ્વારા ૧૪ વાહનોને ડીટેઈન કરાયા છે. જ્યારે ઘનશ્યામ ગઢ ગામે દુકાન ખોલી જાહેરમાં ઠંડા પીણા વહેચતા એક શખ્સ સહિત ત્રણ વિરુદ્ધ કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ શહેરમાં લોકડાઉનની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ જાહેરનામાની પરવા કર્યા વગર અમુક લોકો બિનજરૂરી શહેરમાં આંટાફેરા કરતા પોલીસના હાથે ચડી ગયા હતા. હળવદ પોલીસ મથકના પી.આઇ. સંદિપ ખાંભલા, પી.એસ.આઈ. પી.જી પનારા, યોગેશદાન ગઢવી, દેવભા ઝાલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન અમુક લોકો કામ વગર શહેરમાં લટાર મારવા નીકળ્યા હતા. જેથી, આવા ૧૪ લોકોને ઝડપી લઇ તેઓના વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે લોકડાઉન હોવા છતાં પણ દુકાન ખુલ્લી રાખી જાહેરમાં ઠંડા પીણા વહેચતા એક શખ્સને તેમજ હળવદ શહેરમાં બે મળી કુલ ત્રણ વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હળવદ પી.આઈ. ખાંભલા એ જણાવ્યું હતું કે લોકડાઉનના પાલન માટે લોકો સ્વૈચ્છિક રીતે તેમના રહેણાંક મકાનોમાં જ રહે અને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઇ છે. આમ છતાં પણ લોકો કામ વગર બહાર નીકળતા દેખાશે. તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. તેવો નિર્દેશ આપ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/