મોરબી : મોરબીમાં પગપાળા ચાલીને જતા મજૂરોને અનેક યાતનાઓ ભોગવવી પડતી હોય ત્યારે કલેકટરના આદેશને પગલે એસટી તંત્રએ 15 બસ મજૂરોને પોતાના વતન પહોંચાડવા માટે રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં બહારના મજૂરો વસે છે. લોકડાઉનને પગલે આ મજૂરોએ પગપાળા જવાની તૈયારીઓ શરૂ કરી હતી. જેમાં કેટલાક તો પગપાળા જવા રવાના પણ થઈ ગયા છે. પરંતુ હવે શ્રમિકોને પગપાળા જવા દેવાની મનાઈ ફરમાવીને જિલ્લા કલેકટરે એસટી વિભાગને બસો ફાળવવા માટે જણાવ્યું હતું. ડેપો મેનેજર દિલીપ સાંબડાના જણાવ્યા મુજબ એસટી તંત્રએ ફૂલ 15 બસો દોડાવી છે. જેમાં મોરબીથી 10 અને વાંકાનેરથી 5 બસો મજૂરોને લઈને રવાના કરી છે. આ બસો છોટાઉદેપુર સુધી જવાની છે.