વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય મહમ્મદ પીરઝાદા દ્વારા તેમના મતવિસ્તાર ૬૭-વાંકાનેરમાં સમાવિષ્ટ સરકારી હોસ્પીટલ-વાંકાનેર તથા સરકારી હોસ્પીટલ- કુવાડવામાં, કોરોના વાયરસની મહામારીની લડત માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા જિલ્લા આયોજન અધિકારીને કહેવામાં આવ્યું છે. આજે સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્ય કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત છે. લાખો લોકો તેનાથી પીડીત છે અને લોકોમાં ભયનો માહોલ છે. આ મહામારીથી બચવા માટે વાંકાનેર તેમજ કુવાડવા વિધાનસભા વિસ્તારમાં સરકારી હોસ્પીટલમાં સુવિધા વધારવા હેતુ સરકારી હોસ્પીટલમાં સાધનો, મેડીકલ કીટ અથવા અન્ય જરૂરી સાધનો ખરીદ કરવા માટે વાંકાનેર સરકારી હોસ્પીટલમાં રૂ. 10,00,000 તેમજ કુવાડવા સરકારી હોસ્પીટલમાં રૂ. 5,00,000ની ગ્રાન્ટ ફાળવવા આગળની કાર્યવાહી કરવા વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.